- Urges Government to remove complex issues to make Metal Recycling Trade hassle-free.
- Indian Metal Recycling sector poised to grow at 11.4% CAGR till 2020: Report by Frost & Sullivan.
- Indian Metal Recycling body seeks ‘industry’ status and rationalisation of duties to make the sector globally competitive.
Mumbai, January 21, 2016: Indian Metal Recycling Industry, which recycles metals like steel, aluminium, copper, zinc; majorly from automotive, power, infrastructure, construction and white goods industry, is set to register an annual growth of 11.4 per till the year 2020 and considering the growth potential, it needs immediate policy intervention, noted the Report ‘Metal Recycling Sector: Contributor to National Wealth’ published by Frost & Sullivan at the ‘Metal Recycling Conference’ organised by Metal Recycling Association of India (MRAI), an apex body of India’s ferrous and non-ferrous metals recycling industry.
A three-day Conference titled ‘Metal Recycling in India Vision Forward – A Clean, Green India’ commenced here in New Delhi today. Shri. Narendra Singh Tomar, Union Minister for Steel, Government of India inaugurated the Conference. Dignitaries from the Government and stakeholders of Metal Recycling Industry were present at the inauguration. On the Second Day, Smt. Aruna Sundararajan, IAS, Secretary, Ministry of Steel, Mr. Balvinder Kumar, IAS, Secretary, Ministry of Mines, Smt. Poonam Maddam, Hon’ble MP, Jamnagar will address the Conference. Other subject experts and eminent speakers will speak on important topics like: Abolishment of import duty on imports of metal scraps, Review of FTA with ASEAN countries, Pre-Shipment Inspection Certification & Issues Involved, Absence of General Trade Practices or Guidelines For Shipping Lines and Awarding Industry Status to Recycling Industry. Mr. Sanjay Mehta, President, MRAI welcomed the guests. Mr. Ranjit Baxi, President, Bureau of International Recycling (BIR), an internationally renowned metal recycling expert will also be present.
The Report on metals recycling industry noted that the potential of Metal Recycling industry is not fully utilised and hence, there is more burden on primary production resulting in depletion of natural resources. A strong policy regime can not only turn the fortunes of this industry favourably by throwing up immense economic opportunities; but will also help convert waste into wealth for the nation, said the Report.
Expressing his view Mr. Sanjay Mehta, President, Metal Recycling Association of India, said, “Recycling sector must be supported and promoted so that end of life automotive vehicles/white goods/revert scrap are disposed-off in a safe manner and are utilized back into the ecosystem thereby facilitating towards providing a tremendous boon to the Indian economy.”
Talking about various issues and topics to be taken up for discussion during a three-day Conference, Mr Mehta added, “MRAI members will deliberate on immediate concerns where they need Government’s intervention. Pre-Shipment Inspection Certification (PSIC) is one such area where the trade body wants the Government to streamline pre-shipment inspection procedures, which need to be done hassle-free. The trade body also wants to remove inconsistencies in customs and evaluation of pricing in scrap imports. With this, the members demand for same duty structure for entire India at various ports. It will also seek a constitution of a regulatory body to control and monitor shipping lines.”
Today, India’s annual scrap consumption is INR 750 billion (20.40 million tonnes) and it imports 6.48 million tonnes of scrap at an estimated value of INR 390 billion to become the world’s third largest importer of scrap. With a CAGR of 11.4%, the sector is poised to take the consumption to 30.03 million tonnes by 2020. Surprisingly, India’s recycling rate is less than 20% where the world over, recycling has been accepted as a sustainable business model yielding higher revenues entailing saving the environment and tremendous amount of energy.
With a view to ensure the fast track growth of the industry, Metal Industry Association of India has sought a framing and implementation of Metal Recycling Policy duly supported by an ‘industry-status’ recognition. Metal Recycling contributes about two to three per cent to the Indian GDP. As the industry opens up and grows at a CAGR of 11.4 per cent, this will increase the contribution of Metals Recycling to the Indian GDP and ensure sustainable growth coupled with preservation of natural resources.”
Talking about expectations from the Government, Mr Mehta further added, “When Global Recycling Industry generates an annual revenue of $ 500 billion, India is lagging much behind. Government should immediately intervene and draft a Metal Recycling Policy to grant industry status to this sector and rationalise duty structures to make it a globally competitive industry. With this, the Government will be a net revenue earner and it will save the environment and energy. With a better flow of raw material in manufacturing through recycling of metals, the industry can thus help achieve Government its mission of Swatch Bharat Abhiyaan and Make in India.”
The Industry has sought following initiatives by Government on urgent basis:
- Industry Status and Policy to Metal Recycling Sector: Policy to be framed to promote the sector such as Recycling zones / clusters, incentives, Subsidies.
- Exemption of Special Additional Duty (SAD): SAD of 4% has to be exempted for recycling sector as it adds to the tax burden that is passed as CENVAT credit which remains unused
- Amending the CENVAT Act: To allow SAD Refund for companies filing closure and Cenvat Credit to be allowed for adjustment against fresh import, if not utilized within 90 days
- Removal of Basic Import Duty: Basic Customs duty levied on imports of Ferrous & Non Ferrous Scrap to be removed as Indian manufacturers stand to lose market share vis a vis other emerging countries due to higher import tariff on metal scrap
- Inverted Duty Structure on account of FTAs (Foreign Trade Agreements) needs to be corrected: FTAs with partner countries to be corrected to avoid inverted Duty structure – Raw materials cost higher than imported semi / finished metal products
About Metal Association of India (MRAI):
|
MRAI is a National Association representing India’s Ferrous and Non-Ferrous metals recycling industry. MRAI has its head office in Mumbai and brings under one Association, all the various regional recycling associations that are currently active as well individual companies as its Members. Among its many services, MRAI promotes public awareness of the value and importance of recycling along with the positive environmental benefits derived from metals recycling. As part of this effort, MRAI advocates on behalf of the industry before the Indian Government (Ministry of Environment and Forests, Steel Ministry, DGFT, State Pollution Control Boards, Port Authorities and others) to help ensure the free and fair trade of Metal Scraps.
|
મેટલ રિસાઇકલિંગ ઉદ્યોગે સરકારને મેટલ રિસાઇકલિંગ પોલિસી ઘડવા અને ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવાનો આગ્રહ કર્યો
- મેટલ રિસાઇકલિંગ ટ્રેડને અવરોધમુક્ત બનાવવા સરકારને વિનંતી કરી.
- ઇન્ડિયન મેટલ રિસાઇકલિંગ ક્ષેત્ર વર્ષ 2020 સુધીમાં દર વર્ષે 11.4 ટકાની ચક્રવૃદ્ધિ વ્યાજે વૃદ્ધિ કરવા સજ્જ: ફ્રોસ્ટ એન્ડ સુલિવનનો રિપોર્ટ.
- ઇન્ડિયન મેટલ રિસાઇકલિંગ સંસ્થાએ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા ‘ઉદ્યોગ’’ના દરજ્જાની અને કરવેરાને તાર્કિક બનાવવાની માંગણી કરી.
મુંબઇ, જાન્યુઆરી 21, 2016: ઓટોમોટિવ, પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન અને વ્હાઇટ ગૂડ્સ ઇન્ડસ્ટ્રીમાં મુખ્યત્વે સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર, ઝિંક જેવી ધાતુઓને રિસાયકલ કરતી ઇન્ડિયન મેટલ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રી વર્ષ 2020 સુધીમાં વાર્ષિક 11.4 ટકાની વૃદ્ધિ નોંધાવવા સજ્જ છે અને વૃદ્ધિની સંભવિતતાને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક નીતિગત હસ્તક્ષેપની જરૂર છે, તેવી નોંધ ભારતની ફેરસ અને નોન-ફેરસ મેટલ્સ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રીની સર્વોચ્ચ સંસ્થા મેટલ રિસાઇકલિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા (એમઆરએઆઈ) દ્વારા આયોજિત મેટલ રિસાઇકલિંગ કોન્ફરન્સ ખાતે ફ્રોસ્ટ એન્ડ સુલિવને પ્રકાશિત કરેલા ‘મેટલ રિસાઇકલિંગ સેક્ટરઃ કોન્ટ્રિબ્યુટર ટૂ નેશનલ વેલ્થ’ રિપોર્ટમાં કરી હતી.
‘મેટલ રિસાઇકલિંગ ઇન ઇન્ડિયા વિઝન ફોરવર્ડ – એ ક્લીન, ગ્રીન ઇન્ડિયા’ ટાઇટલ ધરાવતી ત્રણ દિવસ કોન્ફરન્સ આજથી નવી દિલ્હીમાં શરૂ થઈ છે. ભારત સરકારના સ્ટીલ પ્રધાન શ્રી નરેન્દ્રસિંહ તોમરે કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સરકારના પદાધિકારીઓ અને મેટલ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રીના ભાગીદારો હાજર રહ્યાં હતાં. બીજા દિવસે સ્ટીલ મંત્રાલયના સચિવ આઇએસ શ્રીમતી અરુણા સુંદરરાજન, ખાણ મંત્રાલયના સચિવ આઇએએસ શ્રી બલ્વિન્દર કુમાર, જામનગરના માનનીય સાંસદ શ્રીમતી પૂનમ માડમ કોન્ફરન્સને સંબોધશે. અન્ય વિષયના નિષ્ણાતો અને પ્રસિદ્ધ વક્તાઓ મહત્ત્વપૂર્ણ વિષયો પર બોલશે, જેમ કેઃ મેટલ સ્ક્રેપ્સની આયાત પર આયાત વેરાની નાબૂદી, આસિયન દેશો સાથે એફટીએની સમીક્ષા, નિકાસ અગાઉ ચકાસણી પ્રમાણપત્ર અને સંકળાયેલી સમસ્યાઓ, શિપિંગ લાઇન્સ માટે વેપારની સાધારણ પદ્ધતિઓ કે માર્ગદર્શિકાઓનો અભાવ અને રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રીને ઉદ્યોગનો દરજ્જો આપવો. એમઆરએઆઇના પ્રેસિડન્ટ શ્રી સંજય મહેતાએ મહેમાનોને આવકાર આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ રિસાઇકલિંગ નિષ્ણાત અને બ્યૂરો ઓફ ઇન્ટરનેશનલ રિસાઇકલિંગ (બીઆઇઆર)ના પ્રેસિડન્ટ શ્રી રણજિત બક્ષી પણ હાજર રહેશે.
મેટલ્સ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રી પર રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું કે, મેટલ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રીની સંભવિતતાનો સંપૂર્ણ ઉપયોગ થયો નથી અને એટલે પ્રાથમિક ઉત્પાદન પર ભારણમાં વધારો થયો છે, જેના પરિણામે કુદરતી સંસાધનોનો ઉપયોગ વધ્યો છે. મજબૂત નીતિગત માળખું મોટા પાયે આર્થિક તકો ઊભી કરીને ઉદ્યોગ માટેનું ભાવિ બદલવાની સાથે દેશ માટે વેસ્ટને વેલ્થમાં બદલવામાં પણ મદદ કરશે તેવું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.
મેટલ રિસાઇકલિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ શ્રી સંજય મહેતાએ પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “રિસાઇકલિંગ સેક્ટરને સાથસહકાર અને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી ઓટોમોટિવ વ્હિકલ્સ/વ્હાઇટ ગૂડ્સ/રિવર્ટ સ્ક્રેપના વપરાશનો અંત સલામત રીતે આવે અને ઇકોસિસ્ટમમાં ફરી તેનો ઉપયોગ થાય, જેથી ભારતીય અર્થતંત્રને પુષ્કળ પ્રોત્સાહન મળે.”
આ ત્રણ દિવસની કોન્ફરન્સ દરમિયાન વિવિધ મુદ્દાઓ અને સમસ્યાઓ પર બોલતા શ્રી મહેતાએ ઉમેર્યું હતું કે, “એમઆરએઆઈના સભ્યો સરકારના તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર છે તેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. પ્રી-શિપમેન્ટ ઇન્સ્પેક્શન સર્ટિફિકેશન (પીએસઆઇસી) આવું જ એક ક્ષેત્ર છે, જ્યાં વેપારી સંસ્થા સરકાર પ્રી-શિપમેન્ટ ઇન્સ્પેક્શન પદ્ધતિઓને સાતત્યપૂર્ણ બનાવે તેવું ઇચ્છે છે, જેને અવરોધમુક્ત કરવાની જરૂર છે. વેપારી સંસ્થા કસ્ટમ્સમાં અસાતત્યતા દૂર કરવા અને સ્ક્રેપની આયાતમાં કિંમતનું મૂલ્યાંકન કરવા પણ ઇચ્છે છે. આ સાથે સભ્યોએ સમગ્ર ભારતમાં વિવિધ બંદરો પર કરવેરાના સમાન માળખાની માંગણી કરે છે. તે શિપિંગ લાઇન્સ પર નિયંત્રણ અને નજર રાખવા નિયમનકારી સંસ્થાની રચના કરવાની માંગ પણ કરશે.”
અત્યારે ભારતમાં દર વર્ષે રૂ. 750 અબજ (20.40 મિલિયન ટન)ના સ્ક્રેપનો વપરાશ થાય છે અને તે રૂ. 390 અબજના અંદાજિત મૂલ્ય પર 6.48 મિલિયન ટન સ્ક્રેપની આયાત કરે છે, જે તેને વિશ્વમાં સ્ક્રેપનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ બનાવે છે. 11.4 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે આ ક્ષેત્ર વર્ષ 2020 સુધીમાં 30.03 મિલિયન ટનનો વપરાશ કરવા સજ્જ છે. નવાઈની વાત એ છે કે ભારતનો રિસાઇકલિંગ રેટ 20 ટકાથી ઓછો છે, જ્યારે સમગ્ર દુનિયામાં રિસાઇકલિંગને સ્થાયી બિઝનેસ મોડલ તરીકે સ્વીકારવામાં આવ્યો છે, જેમાં પર્યાવરણમાં બચત અને ઊર્જામાં મોટી બચત સાથે ઊંચી આવક થાય છે.
ઉદ્યોગની ઝડપી વૃદ્ધિ સુનિશ્ચિત કરવા મેટલ ઇન્ડસ્ટ્રી એસોસિએશન ઓફ ઇન્ડિયાએ મેટલ રિસાઇકલિંગ પોલિસી બને અને તેનો અમલ થાય તેમજ ‘ઉદ્યોગનો દરજ્જો’ મળે તેવું ઇચ્છે છે. મેટલ રિસાઇકલિંગ ભારતીય જીડીપીમાં આશરે 2થી 3 ટકા પ્રદાન કરે છે. ઉદ્યોગ 11.4 ટકાના સીએજીઆરથી વૃદ્ધિ કરતો હોવાથી ભારતીય જીડીપીમાં મેટલ્સ રિસાઇકલિંગના પ્રદાનમાં વધારો થશે અને કુદરતી સંસાધનોના સંરક્ષણ સાથે સ્થાયી વૃદ્ધિ સુનિશ્ચિત થશે.”
સરકાર પાસેથી અપેક્ષાઓ વિશે બોલતા શ્રી મહેતાએ વધુમાં ઉમેર્યું હતું કે, “જ્યારે ગ્લોબલ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રી દર વર્ષે 500 અબજ ડોલરની આવક કરે છે, ત્યારે ભારત આ દ્રષ્ટિએ ઘણું પાછળ છે.સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ અને આ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવા મેટલ રિસાઇકલિંગ પોલિસી બનાવવી જોઈએ તેમજ તેને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉદ્યોગ બનાવવા કરવેરાનું યોગ્ય માળખું ઊભું કરવું જોઈએ. આ સાથે સરકાર ચોખ્ખી આવકકર્તા બનશે અને તે પર્યાવરણ અને ઊર્જાની બચત કરશે. મેટલ્સના રિસાઇકલિંગ મારફતે ઉત્પાદનમાં કાચા માલના ઉત્તમ પ્રવાહ સાથે ઉદ્યોગ સરકારના સ્વચ્છ ભારત અભિયાન અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને સાકાર કરવામાં પણ મદદ કરી શકે છે.”
સરકાર તાત્કાલિક રીતે નીચેની પહેલો કરે તેવી માંગણી ઉદ્યોગે કરી છેઃ
- મેટલ રિસાઇકલિંગ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો અને નીતિ: રિસાઇકલિંગ ઝોન્સ/ક્લસ્ટર્સ, ઇન્સેન્ટિવ્સ, સબસિડીઝ જેવા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા નીતિઓ ઘડવી.
- વિશેષ સંવર્ધન વેરા (એસએડી)માંથી મુક્તિ: રિસાઇકલિંગ સેક્ટર માટે એસએડીમાંથી 4 ટકાની મુક્તિ આપવી જોઈએ, કારણ કે તે કરવેરાનું ભારણ વધારે છે, જે સેન્વેટ ક્રેડિટ તરીકે પાસ કરવામાં આવે છે અને જે વપરાયા વિના રહે છે
- સેન્વેટ ધારામાં સુધારો: કંપનીઓને ફાઇલિંગ ક્લોઝર માટે એસએડી રિફંડની છૂટ મેળવવા અને સેન્વેટ ક્રેડિટનો 90 દિવસની અંદર ઉપયોગ ન થાય તો નવી આયાત સામે એડજસ્ટ કરવાની છૂટ આપવી
- મૂળભૂત આયાત વેરો દૂર કરવો: ફેરસ અને નોન-ફેરસ સ્ક્રેપની આયાત પર લેવામાં આવતી મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી દૂર કરવી, કારણ કે મેટલ સ્ક્રેપ પર ઊંચા આયાત વેરાના કારણે અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતીય ઉત્પાદકો બજાર હિસ્સો ગુમાવી રહ્યાં છે.
- એફટીએ (ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ્સ)ને ધ્યાનમાં લઈને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરમાં સુધારો કરવાની જરૂરઃ ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર ટાળવા ભાગીદાર દેશો સાથે એફટીએને સુધારવાની જરૂર – કાચા માલની કિંમત આયાતી સેમી/ફિનિશ મેટલ પ્રોડક્ટ્સ કરતાં વધારે છે
મેટલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (એમઆરએઆઈ) વિશે:
|
એમઆરએઆઈ રાષ્ટ્રીય સંગઠન છે, જે ભારતની ફેરસ અને નોન-ફેરસ મેટલ્સ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરે છે. એમઆરએઆઈ મુંબઈમાં હેડ ઓફિસ ધરાવે છે અને પોતાના સંગઠન હેઠળ વિવિધ પ્રદેશના રિસાઇકલિંગ એસોસિએન્સને લાવે છે, જે અત્યારે સક્રિય છે અને તેના સભ્ય તરીકે કંપનીઓ છે. તેની ઘણી સેવાઓમાં એક સેવા તરીકે એમઆરએઆઈ મેટલ્સ રિસાઇકલિંગમાંથી થતા હકારાત્મક પર્યાવરણીય લાભો સાથે રિસાઇકલિંગના મહત્ત્વ અને મૂલ્ય પ્રત્યે જનજાગૃતિને પ્રોત્સાહન આપે છે. આ પ્રયાસના ભાગરૂપે એમઆરએઆઈ ઉદ્યોગ વતી ભારત સરકાર (પર્યાવરણ અને વન મંત્રાલય, સ્ટીલ મંત્રાલય, ડીજીએફટી, પ્રાદેશિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પોર્ટ ઓથોરિટીઝ અને અન્યો)ને મેટલ સ્ક્રેપ્સનો વાજબી અને તટસ્થ વેપાર સુનિશ્ચિત કરવા મદદ કરે છે.
|
No comments:
Post a Comment